Home Sitemap સંપર્ક કરો
home about us about gujarat gujarat rajkiya what is RTI
માહિતી માગો
સરકારી કચેરીઓમાં બારીઓ પર પડદા શા માટે ?
તમારા શહેર, જિલ્લા કે ગામમાં ચાલતા જાહેર કામોનું સ્થળ પર નિરિક્ષણ કરો
   
અગત્યની વેબસાઇટો
"માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫"
(Right to Information)
 
"આરોગ્ય સેવાઓ મેળવવાના અધિકાર"
(Right TO Health)
 
"શિક્ષણ મેળવવાનો અધિકાર"
(Right to Education)
 
 
સફળ કિસ્સાઓ
"MGVCL hails RTI applicant
 
પોલીસ અધિકારીઓ ને સાહેબ સંબોધન કરી બોલાવવા જરૂરી નથી
 
RTI revives Panchayat Social Justice Committees in Gujarat
 
Using RTI to Pull up Fair Price Shops in Kalol Taluka of Gujarat
 
Citizens using RTI to make the administration work according to rule
 
Karnataka villagers insist on Right to Food
 
Public Information Officers
Central Information Commission
State Information Commission
States RTI Rules
State Public Information Officers / Chief Information Commissioners of States
અમારા અનુભવો, મુશ્કેલીઓ અને નિવારણ
(૧)
જ્યારે જ્યારે માહિતી અધિકાર હેઠળ સરકારી કચેરીઓમાં અમારા દ્વારા અરજી કરવામાં આવી છે અને અરજી ફી રોકડે થી ભરવાની ઇચ્છા દર્શાવી હોય ત્યારે મોટા ભાગની સરકારી કચેરીઓમાં ફી સ્વીકારનાર બેંકમાં પૈસા ભરવા ગયા હોવાનું જાણવા મળેલ છે, અને જો ફી સ્વીકારનાર હાજર હોય તો તે એવું જણાવે છે કે ફી ની રસીદ ઉપર સહી કરનાર હિસાબી અધિકારી હાજર નથી. અને એમ કરી અરજદાર નો કિમતી સમય બગાડવામાં આવે છે. હકીકત માં આ બધી બાબતો સાથે અરજદાર ને કાંઇ જ લેવા દેવા નથી. માહિતી અધિકાર હેઠળ ફી સ્વીકારવાની ઉપરોક્ત રીત એ જે તે વિભાગની મનમાની ગણાય છે. ખરખર તો જાહેર માહિતી અધિકારી કચેરી સમય દરમ્યાન ફરજિયાત હાજર હોવા જોઇએ અને જો જાહેર માહિતી અધિકારી રજા પર હોય તો વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી ફરજિયાત છે. અને ફી પણ કચેરીના કામકાજના સંપૂર્ણ સમય દરમ્યાન સ્વિકારવી જોઇએ.
(૨)
મોટા ભાગના કિસ્સાઓમાં માહિતી અધિકાર હેઠળ રેકર્ડ નિરિક્ષણ માટે નિયમો મૂજબ અરજદાર પાસે તારીખ ની માગણી ન કરતાં જાહેર માહિતી અધિકારી દ્વારા પોતાની રીતે અરજદારને રેકર્ડ નિરિક્ષણ માટે તારીખ ફાળવવામાં આવે છે. અને તે પણ પૂરેપૂરા ત્રીસ (૩૦) દિવસ પછી. અરજદાર અરજી તારીખ થી ત્રીસ દિવસની અંદર ગમે ત્યારે રેકર્ડ નિરિક્ષણ કરી જરૂરી રેકર્ડ કે દસ્તાવેજો ની પ્રમાણિત નકલો માગી શકે છે. ખરેખર તો અરજી તારીખથી ત્રીસ (૩૦) દિવસ ની અંદર રેકર્ડ નિરિક્ષણ અને માહિતી પૂરી પાડવા અંગે ની જોગવાઇ છે.
(૩)
કેટલીક સરકારી કચેરીઓમાં પ્રથમ તો જાહેર માહિતી અધિકારી દ્વારા પોતાની રીતે નિયમો વિરુદ્ધ અરજદારને રેકર્ડ નિરિક્ષણ માટે બોલાવવામાં આવે છે. અને પછી પોતા ને કલેક્ટર કચેરીમાં જવાનું છે, કોર્ટ માં જવાનું છે, વિધાનસભામાં જવાનું છે, તપાસમાં જવાનું છે વગેરે બહાના હેઠળ કચેરીમાંથી બહાર જતા રહે છે. જેથી અરજદારને રેકર્ડ નિરિક્ષણ કરવા મળતા નથી. આ બધી બાબતો સાથે અરજદારને કાંઇજ લેવાદેવા નથી. માગેલ માહિતી સંદર્ભનો રેકર્ડ કચેરીમાં ઉપલબ્ધ હોય તો કોઇપણ સંજોગોમાં અરજદારને આ બાબતથી નકારી શકાય નહી. ટૂંકમાં આવી બધી તરકીબો અરજદારને નાસીપાસ કરવાના અને માહિતી પૂરી નહી પાડવાના બદઇરાદાથી જ અજમાવવામાં આવે છે.
(૪)
અમારા દ્વારા માંગવામાં આવેલી માહિતી જેતે કચેરીના કોઇ અધિકારીની ભ્રાષ્ટાચારી પ્રવૃત્તિઓને ખુલ્લી પાડે તેવી હોયતો તેવા કિસ્સામાં તે કચેરીના જાહેર માહિતી અધિકારી દ્વારા માહિતી પૂરી પાડતાં અગાઉ તે કચેરીના વડા કે જે અપીલ અધિકારી હોય તેમની મંજૂરી મેળવીને જ ખોટી કે અધૂરી માહિતી પૂરી પાડવામાં આવે છે. જે થી તે કચેરીમાં પ્રથમ અપીલ કરવાનો કોઇજ મતલબ સરતો નથી કારણકે આવા કિસ્સામાં જાહેર માહિતી અધિકારીની તરફેણમાં જ અપીલ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં જાહેર માહિતી અધિકારી કે અપીલ અધિકારી દ્વારા આવી તરકીબો એટલા માટે અજમાવવામાં આવે છે કે અરજદાર માહિતી આયોગમાં બીજી અપીલ દાખલ કરશે અને માહિતી આયોગ દ્વારા ઓછામાં ઓછા એક કે બે વર્ષ પછી સુનવણી રાખવામાં આવશે અને ત્યાર સુધીમાં તો તેઓની તે કચેરીમાંથી બદલી પણ થઇ ગઇ હશે અને તેઓ એ આચરેલી ભ્રાષ્ટાચારી પ્રવૃત્તિઓને છૂપાવવાનો પૂરતો સમય મળી જશે.
(૫)
ઉપરોક્ત ફકરા નંબર (૪) માં જણાવ્યા મૂજબના પ્રસંગો ઉભા થાય ત્યારે અમો જાહેરી માહિતી અધિકારી તરફથી મળેલ ખોટી કે અધૂરી માહિતી અથવા અપીલ અધિકારી તરફથી મળેલ માહિતી અધિકારીની તરફેણ કરતા નિર્ણયને આધારે રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ ન કરતાં ગેરરીતી કે ભ્રાષ્ટાચાર થયાની આશંકાએ જે તે વિભાગની રાજ્ય સરકારની વડી કચેરી એ ભ્રાષ્ટાચાર થયા અંગે ની ફરિયાદો કરેલ અને ત્યારબાદ આવી ફરિયાદ આધરે વડી કચેરી દ્વારા કોઇ કાર્યવાહી કરવમાં આવેલ ન હોય તો આવી વડી કચેરી દ્વારા અમારી ફરિયાદ આધારે શા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી તેની માહિતી મેળવવા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરતાં અમો ચોક્કસ પરિણામો મેળવી શક્યા છીએ.

NDTV RTI AWARD 2009

RTI website in Gujarati launched by city activist - Vadodara
XML Sitemap Contact